Khtariya Sarsawti

Action and Resarch


 પ્રસ્તાવના (Introduction)


સંશોધન એટલે સત્ય શોધવાની પ્રક્રિયા. સંશોધન એ

      શિક્ષણની ઇમરતનો પાયો છે. માનવીના પ્રગતિના પાયામાં

      સંશોધન રહેલ છે.

      સંશોધનના  સામાન્ય રીતે 3 પ્રકાર પડે છે.

(1)       મૂલગત સંશોધન

(2)       વ્યાવહારિક સંશોધન

(3)       ક્રિયાત્મક સંશોધન

               શિક્ષણના સામાન્ય નિયમોને ધ્યાનમાં રાખી કે પાયામાં

      રાખી કોઈ એક સમસ્યા પરત્વે કોઈ નવીન સત્ય કે મૂલ્ય તેના

      નિરાકરણ માટે શોધવામાં આવે ત્યારે તે નવીન સત્ય કે મૂલ્ય

      શોધવાની પ્રક્રિયા શિક્ષણમા ક્રિયાત્મક સંશોધનને નામે ઓળખાય

      છે.

               કોઠારી શિક્ષણપંચે કહ્યું છે કે “રાષ્ટ્ર નું ભાવિ તેના

      વર્ગખંડોમાં ઘડાય છે.” જો આ વિધાન ને સાર્થક કરવું હોય તો

      શાળાના શિક્ષકોએ તેમના વર્ગખંડોની સમસ્યાઓ અંગે જાગૃત

      થવું જોઈએ. તેમને સંશોધનો દ્વારા ઉકેલવી જોઈએ. શિક્ષકની આ

      એક અનિવાર્ય વ્યાવસાયિક જવાબદારી છે. કેળવણીના વિકાસ

      માટે સંશોધન અતિ મહત્વનુ છે.

ક્રિયાત્મક સંશોધન ની સંકલ્પના (Concept)




       શિક્ષક ને વર્ગ માં શિક્ષણ કાર્ય દરમ્યાન કે શાળામાં કેટલીક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. આ મુશ્કેલીઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી તેનો ઉકેલ લાવવાનો માર્ગ તે ક્રિયાત્મક સંશોધન.સંશોધન શબ્દ કઈક નવું વિચારવાનું સૂચન કરે છે. ક્રિયાત્મક સંશોધન નો સૂત્રપાત કરવાનો શ્રેય અમેરિકાને મળે છે. ત્યાં આ શબ્દ નો સૌ પ્રથમ પ્રયોગ કોલીયરે કર્યો હતો. ત્યારબાદ લેવીને 1946 માં સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત માનવ સંબંધોને સુધારવામાં ક્રિયાત્મક સંશોધન નો પ્રયોગ કર્યો હતો.પરંતુ, શિક્ષણ ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધનનો સૌ પ્રથમ વિચાર 1953 માં “પ્રો. ડો. સ્ટીફન એમ. કોરે” એ રજૂ કર્યો. તેમણે પ્રકાશિત કરેલી પોતાની પુસ્તક શાળાની કાર્ય પદ્ધતિ માં સુધાર કરવા માટે ક્રિયાત્મક સંશોધન માં ક્રિયાત્મક સંશોધન વિશે વિવિધ સમસ્યાઓ પર વિસ્તૃત માહિતી લોકપ્રિય બનાવ્યું. ત્યારબાદ ઇ.સ. 1957 માં બ્રિટન ના લોરેન્સ એનહાંસે “ શિક્ષક એક સંશોધક” તરીકેનો વિચાર વિકસાવ્યો.


        છેલ્લા બે દાયકા થી સમગ્ર વિશ્વમાં ક્રિયાત્મક સંશોધનનો વિચાર પ્રસાર થઈ રહ્યો છે.સંશોધનો માત્ર યુનિવર્સિટીઓ દ્વારા કે પ્રોફેસરો દ્વારા જ થાય એ માન્યતામાં પરીવર્તન લાવવાનો સમય પાકી ગયો છે. કોઇ પણ સજાગ શિક્ષક નાનકડું સંશોધન કરી પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે.

ક્રિયાત્મક સંશોધન એ પ્રાથમિક કક્ષા નું સંશોધન છે. જે વર્ગખંડની અંદર અથવા બહારની સમસ્યાઓના ઉકેલ માટે આ સંશોધન કરવામાં આવે છે.ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકો નું શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું સંશોધન છે. આ સંશોધન નો મુખ્ય હેતુ શાળાની કાર્ય પધ્ધતિ માં સુધાર અને વિકાસ કરવો છે.


                જુદા જુદા કેળવણીકારોએ ક્રિયાત્મક સંશોધન પર વધુ પ્રકાશ પડતાં

        પોતાના વિચારો પ્રગટ કર્યા છે


ક્રિયાત્મક સંશોધનના લક્ષણો(Characteristics)


ઉપરોક્ત જણાવેલ વ્યાખ્યાઓને આધારે ક્રિયાત્મક

      સંશોધન ના લક્ષણો આ મુજબ તારવી શકાય છે.

v   ક્રિયાત્મક સંશોધન શાળા કે વર્ગની સમસ્યાના તાત્કાલિક

 ઉકેલ માટે હોય છે.

v   ક્રિયાત્મક સંશોધન વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે.

v   ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યાનું સ્વરૂપ સાદું હોય છે.

 અને તેનું ક્ષેત્ર મર્યાદિત હોય છે.

v   ક્રિયાત્મક સંશોધન ઉપચરાત્મક કાર્યના ભાગ રૂપે હાથ ધરાતું

વ્યક્તિગત સંશોધન છે.

v   ક્રિયાત્મક સંશોધનમાં અન્ય શિક્ષકો અને આચાર્યનાં સહકાર

 થી સફળતા પ્રાપ્ત થાય છે.

v   ક્રિયાત્મક સંશોધન નો ભવિષ્યના વિશાળ સંશોધનો માટે

 ઉત્કલ્પના પૂરી પાડે છે.

v   ક્રિયાત્મક સંશોધન સમય શક્તિ અને નાણાંની દ્રષ્ટિએ ઓછું

 ખર્ચાળ હોય છે અને નિષ્ણાતોની સલાહ વગર પણ હાથ ધરી

 શકાય છે.


ક્રિયાત્મક સંશોધન ના સોપાનો(Steps)



ક્રિયાત્મક સંશોધન એ સતત ચાલતી સ્થિતિસ્થાપક

      પ્રક્રિયા છે. તેમાં ખાસ પ્રકારના વાતાવરણ કે ચોક્કસ શરતોની

      આવશ્યકતા નથી, એ તો જરૂરિયાત અને પરિસ્થિતી અનુશાર

      સમસ્યા ને સમયના ટૂંકાગાળા માં ઉકેલ શોધવાનો માર્ગ છે.

      તેના અમલ માટે નીચેના આઠ પગથિયાં અનુસરવામાં આવે છે.










સમસ્યા (Problem)
ધોરણ 11(બ ) ની વિદ્યાર્થિનીઓ નામાં ના મૂળતત્વ વિષયમાં ગૃહ કાર્ય યોગ્ય રીતે કરતી નથી ,

સમસ્યા ક્ષેત્ર (Area of problem)

શ્રી કે કે એમ એસ  ગર્લ્સ હાઇસ્કૂલ 
ધોરણ 11 

સમસ્યા વિસ્ત્તાર 

શ્રી કે કે એમ એસ  ગર્લ્સ હાઇસ્કૂલ અંજાર  ની ધોરણ 11 (બ ) ની  વિદ્યાર્થીનીઓ ગૃહ કાર્ય યોગ્ય રીતે કરતી  નથી.



સમસ્યાના સંભવિત કારણો (Probable cause)




ક્રમ નંબર
             સંભવિત કારણો
કારણો નો આધાર
 શિક્ષક એમાં કઈ કરી શકે?      
અગ્રતાક્રમ
ધારણા
હકીકત
  હા
 ના
  1
વિધ્યાર્થીઓ પોતે ગૃહ કાર્ય ને પરીક્ષા માટે જરૂરી સમજતા નથી 
 


   

       
  2
ગૃહ કાર્ય  માટે શિક્ષક અજાગ્રત હોય છે. 
   
  
     2   
     
   3
વિધ્યાર્થીઓને શિક્ષકે આપેલ ગૃહ કાર્ય સારી રીતે સમજી ન શકવાથી યોગ્ય રીતે કરી શકતા નથી.
  
 
     1

     4
વિધ્યાર્થીઓને ઘરે કામ કરવું પડતું હોવાથી ગૃહ કાર્ય માં રસ દાખવતા નથી.
  
  
     5
વિધ્યાર્થીઓ શીક્ષકે આપેલા ગૃહ કાર્ય સારી રીતે સમજી ન શકવાથી યોગ્ય રીતે કરી શકતા નથી .
 
 
    6
મિત્ર નું ગૃહ કાર્ય કે હોશિયાર વિધાર્થીનું ગૃહ કાર્ય સચોટ છે એમ માની ને ઉતારો કરતા હોય છે.
  
 
     3
    7
વિધ્યાર્થીઓ લખવામાં આડશ કરતા હોવાથી ગૃહ કાર્ય યોગ્ય રીતે કરતા નથી 
   

    8
વિધ્યાર્થીઓ ના  માતા પિતા અભણ હોવાથી તેમને ગૃહ કાર્ય માં ખબર પડતી નથી.
   
  
    9
વિધ્યાર્થીઓને શિક્ષક વધુપડતું ગૃહ કાર્ય આપી દે છે. 
  
 
     5
  10
 વિધ્યાર્થીઓ ને ગૃહ કાર્ય પુસ્તક બહાર નું ગૃહ કાર્ય આપતા હોવાથી યોગ્ય રીતે ગૃહ કાર્ય કરી શકતા નથી.
  
 
     6
         11
 વિધ્યાર્થીઓ ને બીજા બધા વિશયોનું ગૃહ કાર્ય વધારે હોવાથી યોગ્ય રીતે ગૃહ કાર્ય કરી શકતા નથી.
   
 
     4
       12
વિધ્યાર્થીઓ વધારે પડતો મોબાઇલ ફોન નો ઉપયોગ કરતા હોવાથી ગૃહ કાર્ય યોગ્ય રીતે કરતા નથી.
  
 
     






ઉત્કલ્પનાઓ (Hypothesis)

1.જો શિક્ષક વિદ્યાર્થીઓ નું ગૃહ કાર્ય નિયમિત તપાસે તો વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય યોગ્ય રીતે કરતા થશે.
2.જો શિક્ષક ગૃહ કાર્ય આપવામાં વિધાર્થીઓની રસ અને રુચિ ધ્યાનમાં રાખી ગૃહ કાર્ય આપે તો વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય યોગ્ય રીતે કરતા થશે. 
શિક્ષક વિષય ને અનુરુપ લેખન આપે તો 
ગૃહ કાયૅ યોગ્ય કરી શકે.

4 વિધાથીૅ ના માતાપિતા લેખન કાૅય કરાવે તો લેખન કાૅય કરશે.   
5 વિઘાથીૅ ગૃહકાયૅ માં રસ ઘરાવે તો ગૃહકાયૅ યોગ્ય રીતે કરશે.
6 વિઘાથીૅઓ જાે ગૃહકાયૅ માટે સમય આપસે તો વિધાથૅીઓ ગૃહકાયૅ યોગ્ય રીતે કરસે.


ઉપસંહાર 

         આ સમગ્ર સંશોધન ને અંતે એ ફલિતાર્થ થાય ચ્હે કે આ પ્રમાણે

       માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાથી કોઈ શાળા કે વર્ગના વિધ્યાર્થીને જ નહીં

       પરંતુ કોઈપણ વ્યક્તિને વાંચન તરફ આકર્ષી શકાય.

                   આ સંશોધન દ્વારા વિધ્યાર્થીઓ વાંચન કરવા પ્રેરાય અને તેઓ આજ

       રીતે અન્ય વિધ્યાર્થીઓને વાંચવાનું માર્ગદર્શન આપે તો ભલે પ્રથમ ફક્ત દસ

       વિધ્યાર્થીઓ જ જોડાય પણ ગુણાત્મક રીતે જોઈએ તો જ્ઞાનની એક નવી ગંગા

       વહેવાનું શરૂ થશે, અને મારી મહેનત સાર્થક ગણાશે.

























Comments